વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે વાડીની ઓરડીમાંથી ૫૫ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE













ટંકારાના વીરપર ગામે વાડીની ઓરડીમાંથી ૫૫ બોટલ દારૂ સાથે એક પકડાયો

ટંકારા તાલુકાના વીરપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા મજુરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા વાડીની ઓરડીમાંથી ૫૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના વીરપર ગામની સીમમાં દામજીભાઈ મોહનભાઈ બાવરવાની વાડીએ રહીને મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના જાંબુ ગામના રહેવાસી શૈલેષભાઈ મનીયાભાઈ બારીયા જાતે આદિવાસી (ઉમર ૨૮) ની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે ટંકારા તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૫૫ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૬૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શૈલેષ મનિયાભાઈ બારીયા રહે. હાલ વીરપર ગામની સીમમાં દામજીભાઇ બાવરવાની વાડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News