રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતી યુવતીને મોઢામાં પડેલા ચાંદાની સારવાર દરમ્યાન મોત


SHARE







ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતી યુવતીને મોઢામાં પડેલા ચાંદાની સારવાર દરમ્યાન મોત

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતી યુવતીને મોઢામાં ચાંદા પડ્યા હતા જેથી કરીને ટંકારાની સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ઉગાભાઇ ઉર્ફે છગનભાઈ ચૌહાણની દીકરી સોનલબેન (ઉંમર ૨૨) ને ચારેક દિવસ પહેલા મોઢામાં ચાંદા પડ્યા હતા જેથી તેને સારવાર માટે ટંકારામાં આવેલ શિવ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યારબાદ તેની તબિયત લથડતા શિવ હોસ્પિટલના બદલે તેને ટંકારાની વેદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને તેમ છતાં પણ તેને કોઈ ફેર ન પડતા મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી તેને રાજકોટ ખાતે બેભાન હાલતમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવવાની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News