મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની સ્કોર્પિઓ ચોરીમાં એકની ધરપકડ બેની શોધખોળ


SHARE













મોરબીની સ્કોર્પિઓ ચોરીમાં એકની ધરપકડ બેની શોધખોળ
 
મોરબીના રાજેશભાઈ પ્રભુભાઈ મારવાણીયા રહે.શકિત ટાઉનશીપ રવાપરની સ્કોર્પિઓ કાર થોડા સમય પહેલા ચોરી થઇ ગઇ હતી જોકે તે સ્કોર્પિઓ કારનો અકસ્માત થયો હોય અને અકસ્માતગ્રસ્ત સ્કોર્પિઓ કાર જેતે સમયે લાલપર નજીકથી અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જેથી કરીને તે સમયે વાહન ચોરીના બે કેશમાં ડીટેકશન થઈ ગયું છે જો કે બંને વાહન ચોરીના બનાવોમાં વાહન ચોર પકડાયા ન હોય એ ડીવીઝન પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.દરમિયાન રાજકોટ ડીસીબી બ્રાન્ચ દ્વારા વાહન ચોરી કરતી આંતર રાજય ગેંગ પકડવામાં આવી હતી જે ગેંગના સાગરીતોએ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં વાહન ચોરી કરી હોવાનું ખુલ્યું હતું જે બનાવમાં બે આરોપીઓને પકડવામાં આવેલા છે બે પૈકીના એક ઇસમ એટલે કે પીરારામ લાડુરામ બીશ્નોઇ (૨૯) રહે.પાલડી સાંચોર ઝાલોદ રાજસ્થાન વાળો રાજેશભાઈ મારવાણીયાના વાહન ચોરીના બનાવમાં સંડોવાયેલો હોય તેનો કબ્જો લઈને તેની મોરબી સીટી એ ડિવિજન પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં જ સંડોવાયેલા ઓમપ્રકાશ ખગારામને પણ પકડવાનો બાકી છે જે હાલ અન્ય જેલમાં હોય તેથી તેનો કબ્જો લેવાનો બાકી છે તેમજ આ બે આરોપીઓની સાથે વધુ એક તસ્કર બંસીલાલ નામનો ઇસમ પણ વાહન ચોરીમાં સંડોવાયેલો હોય તે હજુ સુધી પકડાયો જ નથી તેથી તેને પણ પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
 
મારામારીમાં ત્રણને ઇજા
 
મોરબી તાલુકાના આમરણ (જીવાપર) ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગળાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં સુધાબેન જગદીશભાઈ નકુમ નામની ૨૫ વર્ષની મહિલાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યારે મોરબી તાલુકાના જ મકનસર ગામે રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે બનેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી કાંતિભાઈ પ્રેમજીભાઇ પરમાર નામના યુવાનને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.તેમજ મોરબીના જુના મકનસર ગામે રેલ્વે સ્ટેશન પાસે બનેલ મારામારીના બનાવમાં ઘવાયેલા હરિભાઈ વીરજીભાઈ પરમાર નામના ૬૫ વર્ષીય વૃદ્ધને પણ ઇજાઓ થતા તેઓને પણ સારવારમાં મોરબી સિવિલે લઈ જવાયા હતા.





Latest News