મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા
SHARE
મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા
ભારતીય સંસ્કૃતિમા સદીઓથી હિંડોળા મહોત્સવનું આગવું ઐતિહાસિક માહત્મ્ય મનાય છે અને વહેલી સવારથી મોડી રાત્રિ સુધી આબાલ વૃદ્ધો નિતનવા નયનરમ્ય હિંડોળા સુશોભિત કરી ધુન, ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ સાથે ભગવાનને નીતનવા શણગાર સાથે ભક્તો આરાધના કરતા હોય છે ત્યારે મોરબી શનાળા રોડ સ્થિત સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દિવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું અને મંદિરના પ્રાંગણમાં આ પ્રસંગે રાસોત્સવ લીલાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આબાલ વૃદ્ધ સત્સંગી બંધુઓએ ઉત્સાહ, ઉમંગ,માહત્મ્ય સાથે ભાગ લઈ હિંડોળા મહોત્સવ, રાસોત્સવ સાથે કીર્તન ભક્તિની રમઝટ બોલાવેલ હતી અને સંતો દ્વારા પ્રસંગોચિત વકતવ્ય સાથે આશીર્વચન આપવામાં આવેલ હતા