મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવા જાંબુડીયા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવની ધરપકડ


SHARE













મોરબીના નવા જાંબુડીયા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવની ધરપકડ

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે નવા જાંબુડીયા ગામે સીમ વિસ્તારમાં આવેલ રીધમ સીરામીકની પાસે રેડ કરી હતી જ્યાં અનાજ કરિયાણાની દુકાનના ઓટલા ઉપર બેસીને સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા નવ જુગારીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસે નવા જાંબુડીયા ગામે કરેલ રેડ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલ વિજયભાઇ રણછોડભાઇ કાસુન્દ્રા જાતે પટેલ (ઉ.વ.૪૫) ધંધો વેપાર , રહે.શિવ વાટીકા એપાર્ટમેન્ટ ઘુનડા રોડ મોરબી, નિરંજનકુમાર તિલક પ્રસાદ બીંદ જાતે બેલદાર (ઉ.વ.૩૪) ધંધો મજુરી રહે.પાવન પાર્ક-૪ મોરબી-૨ મુળ રહે. મહેમુદાબાદ તા.બીદ જી.નાલંદા ઉત્તરપ્રદેશ,.રાજેશકુમાર રાજનપ્રસાદ મિશ્રા જાતે બ્રાહ્મણ (ઉ.વ.૩૫)ધંધો મજુરી રહે.હાલ કોમેન્ટ સિરામીક લેબર કવાર્ટર મોરબી મુળ રહે. રારી તા.ખાગા જી.ફતેપુર ઉત્તરપ્રદેશ, રામજીભાઇ હરખાભાઇ ચાવડા જાતે કોળી (ઉ.વ.૩૫) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા તા.જી.મોરબી, નરેશભાઇ દેવશીભાઇ સારલા જાતે કોળી (ઉ.વ.૩૦) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા તા જી.મોરબી, જગદીશભાઇ ઇશ્વરભાઇ ખરા (ઉં.વ.૩૪) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા , તા.જી.મોરબી, અમિતભાઈ લલુભાઇ યાદવ જાતે યાદવ (ઉ.વ.૩૦) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા મોરબી મુળ રહે.માધવપુર તા.માધવગઢ જી.જાલોન ઉત્તરપ્રદેશ, ગૌતમભાઇ કિશોરભાઇ સિંગ જાતે.રાજપુત (ઉ.વ.૩૫) ધંધો મજુરી રહે.હાલ કોમેટ સિરામીકની ઓરડીમાં તા.જી.મોરબી મુળ રહે.ડોમબરમા , તા હાટા જી.કુશીનગર ઉત્તરપ્રદેશ અને રાજુભાઇ રામનારાયણ પરીહાર જાતે કોળી (ઉ.વ.૨૮) ધંધો ડ્રાઇવિંગ રહે.નવા જાંબુડીયા રીધમ સિરામીક સામે તા.જી.મોરબી મુળ રહે. બંગરા તા.જી. જાલોન ઉત્તરપ્રદેશ સ્ટ્રીટ લાઇટના અંજવાળ જાહેરમાં જુગાર રમતા મળી આવતા નવેયની રોકડા રૂા.૩૩,૭૦૦ સાથે ધરપકડ કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News