મોરબીમાં શંકાસ્પદ સીએનજી રીક્ષા સાથે અગાઉ ચોરીના પકડાયેલ શખ્સ ઝડપાયો
મોરબીની મોચી શેરીમાં ઘરમાં જુગાર રમતા નવ શખ્સો પકડાયા
SHARE







મોરબીની મોચી શેરીમાં ઘરમાં જુગાર રમતા નવ શખ્સો પકડાયા
મોરબીમાં આવેલ મોચી શેરીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે મકાન માલિક સહિત કુલ નવ શખ્સો જુગાર રમતા કરીને પોલીસે તેઓની પાસેથી ૩૭૩૦૦ નો દ્દામાલ કબજે લઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરની મોચી શેરીમાં રહેતા વિશાલભાઈ ભરતભાઈ મકવાણાના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે મકાન માલિક વિશાલભાઈ ભરતભાઈ મકવાણા, રાકેશ બુધાભાઈ રાવા, તરુણભાઈ નરશીભાઈ મારુ, કિશનભાઇ રમેશભાઈ કૈલા, હીરાભાઈ બાબુભાઈ મુગડા, હાર્દિકભાઈ ભરતભાઈ મકવાણા, વિજયભાઈ નાગજીભાઈ રાવા, અમિતભાઈ મનોજભાઈ રાદડિયા અને કુલદીપભાઈ ધીરુભાઈ ચૌહાણ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૭૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
