માળીયા (મી)ના મેઘપર ગામે ઘરની દીવાલ માથે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
SHARE
માળીયા (મી)ના મેઘપર ગામે ઘરની દીવાલ માથે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા વૃદ્ધ સવારે પોતાન ઘરે હતા ત્યારે તેના માથા અને શરીર ઉપર ઘરની દિવાલ તૂટીને પડતા તેને માથામાં અને શરીર ઇજાઓ થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા જેસંગભાઈ ટપુભાઈ ડાંગર જાતે આહિર (ઉંમર ૬૨) પોતાના ઘરે હતા ત્યારે ગઈકાલે સવારના ૭ વાગ્યાના અરસામાં તેના ઘરની દિવાલ તેના માથા અને શરીર ઉપર તૂટી પડી હતી જેથી કરીને જેસંગભાઈ ડાંગરને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ હતા જોકે ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં આ બનાવની આગળની તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એમ. ગરચર ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વિરાટ પાવભાજી પાસે બ્રિજના છેડા નજીક પગપાળા ચાલીને જઈ રહેલ યુવાનને બાઈક નંબર જીજે ૩૬ એડી ૧૩૪૮ ના ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં યુવાનના ભાઈ અશોકભાઈ પરબતભાઈ ચાવડા જાતે આહિર (ઉંમર ૩૭) રહે. નાની બરાર તાલુકો માળીયા વાળાએ કિરણભાઈ મગનભાઈ રહેસિયા રહે. લાયન્સનગર શેરી નં-૨ શનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દેશીદારૂની ભઠ્ઠી
માળીયા મીયાણાના નવાગામથી મેઘપર જવાના રસ્તે મચ્છુ નદીના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલટી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૫૦ લિટર આથો તેમજ તૈયાર ૧૦ લીટર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને ૧૫૪૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરીને પોલીસે મુસ્તાક ફતેમહમદ કટિયા જાતે મિયાણા (ઉમર ૨૮) રહે. રણછોડનગર પ્રકાશ કારખાના પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે