હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ચુંટણી ઇફેકટ: મોરબીમાં વધુ ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા


SHARE





ચુંટણી ઇફેકટ: મોરબીમાં વધુ ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા સમાન્ય ચુંટણીને ધ્યાને રાખીને બુલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી ત્રણ બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણની સૂચના મુજબ પોલીસે પાસા વોરંટની બજવણી કરીને આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે જેમાં યોગીરાજસિંહ ખોડુભા વાધેલા જાતે દરબાર (૩૨) રહે. નાનીબજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં મોરબી, ધર્મેશભાઇ ઉર્ફે ધમો જગદીશભાઇ મેર જાતે કોળી (૨૪) રહે. પ્રજાપત કારખાના પાસે બીલાલી મસ્જીદની બાજુમાં મોરબી અને ધનરાજસિંહ શાંતુભા મકવાણા/સીસોદીયા જાતે રાજપુત (૨૩) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૧૩ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે અને પાસા હેઠળ પકડીને આરોપીઓને અમદાવાદ તથા વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે

બુટલેગર પકડાયો

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, ટંકારામાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ સઓ દીના ઉર્જાજી કઠાત રહે. ઝાંક તા.મસુદા જી.અજમેર (રાજસ્થાન) વાળો હળવદ તરફથી અણીયારી ટોલનાકા તરફ ટ્રક લઇ આવે છે જેથી કરીને પોલીસે વોચ ગોઠવીને અજીજ ઉર્ફે જીતુ દીના ઉર્જાજી કઠાત જાતે મુસ્લીમ (૩૩) ની ધરપકડ કરેલ છે અને આરોપીને ટંકારા પોલીસ હવાલે કરેલ છે




Latest News