હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામ પાસે દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE





મોરબીના વાવડી ગામ પાસે દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના વાવડી ગામ પાસે આવેલ હનુમાન મંદિર નજીકથી સ્કૂટર લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, સ્કૂટર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસેથી સ્કૂટર નંબર જીજે ૩૬ એબી ૯૬૩૧ લઈને એક શખ્સ પસાર થતો હતો જે સ્કૂટરને રોકીને તે શખની તલાસી લેવામાં આવતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ૩૫૦૦૦ ની કિંમતનું સ્કૂટર અને ૨૦૦૦ ની કિંમત નો મોબાઇલ આમ કુલ મળીને ૩૮૧૨૫ નો મુદ્દામાલ કબજે કરી સાહિલ મહંમદભાઈ લધાણી રહે. વાવડી રોડ લોમજીવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો થઈ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરબીમાં વિજય ટોકિઝની બાજુમાં આવેલ ખાખીની જગ્યામાં રહેતા કિશન નટવરલાલ કુબાવતના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૫૨૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી છે અને આરોપી કિશન નટવરલાલ કુબાવત તેમજ પૂથુભા દિલુભા ઝાલા રહે. મહારાણા પ્રતાપ સોસાયટી મોરબી-૨ વાળાના નામ સામે આવ્યા હોય તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 




Latest News