હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સેસન્સ કોર્ટે રાતાભેરના લેન્ડ ગ્રેબીંગના કેસમાં આરોપીઓને જામીન મુક્ત કર્યા


SHARE





મોરબી સેસન્સ કોર્ટે રાતાભેરના લેન્ડ ગ્રેબીંગના કેસમાં આરોપીઓને જામીન મુક્ત કર્યા

હળવદના રાતભેર ગામે આરોપીઓએ ફરીયાદીની માલીકીની ડુંગરપુર ગામની સર્વે નં. ૨૨૭/ર પૈકી ૧ ની જમીનહે.૧૬૬-૯૩ ચો.મી વાળી જમીન પર દબાણ કર્યું હોવાથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોધાવી હતી જેના આધારે પકડાયેલ આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેને સેશન્સ કોર્ટે મંજૂર કરેલ છે

હળવદના ડુંગરપુર ગામની માલીકીની જમીન ઉપર દબાણ કરનાર આરોપી કરમશીભાઈ વીરજીભાઈ કોળી, વેલજીભાઈ કરમશીભાઈ કોળી, દેહરભાઈ કરમશીભાઈ કોળી, ટીશાભાઈ કરમશીભાઈ કોળી અને ધનશ્યામભાઈ કરમશીભાઈ કોળીની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા તેઓએ આરોપી તરફે  દલીલ કરવામાં આવી હતી અને ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે અને આ કામમાં તપાસ પુરી થઈ ગયેલ છે. જેમાં આરોપીની સીધી કે આડકતરી સંડોવણી નથી જેથી વકીલે રજૂ કરેલ જામીન માટેના વીવીધ ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા,જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવિ ચાવડા, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા રોકાયેલા હતા.




Latest News