હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબાના પાટીયા પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો


SHARE





માળીયા (મી)ના માણાબાના પાટીયા પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણા તાલુકાના હળવદ હાઇવે ઉપર માણાબાના પાટીયા પાસેથી પસાર થતા આધેડને રોકીને માળીયા પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હથિયાર કબજે કરીને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા હળવદ હાઇવે ઉપર આવેલ માણાબા ગામના પાટીયા પાસેથી આધેડ પસાર થઈ રહ્યા હતા તેને રોકીને માળિયા તાલુકા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા જાતે કોળી (ઉમર ૫૪) રહે. જુના બસ સ્ટેશન પાસે, ગેબનશા પીરની દરગાહ સામે મૂળ રહે ચીખલી તાલુકો માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ તમંચો તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News