મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

એક ભૂલ રાજ્ય સરકાર-ભાજપ માટે પડશે ભારે: મોરબી જિલ્લાની વિધાનસભાની ચારેય બેઠક ઉપર ઝૂલતા પુલનો અંડર કરંટ


SHARE











એક ભૂલ રાજ્ય સરકાર-ભાજપ માટે પડશે ભારે: મોરબી જિલ્લાની વિધાનસભાની ચારેય બેઠક ઉપર ઝૂલતા પુલનો અંડર કરંટ

સામાન્ય રીતે પાલિકા વહીવટમાં નિષ્ફળ જાય કે પછી કોઈ ગંભીર પ્રકારની બેદરકારી સામે આવતો સરકાર દ્વારા તાત્કાલિક તે પાલિકાને સુપર સીડ કરવામાં આવે છે અને ત્યાર બાદ ભાજપ પક્ષ દ્વારા એક્શન લેવામાં આવતા હોય છે જો કે, મોરબીમાં ૨૧ દિવસ પહેલા ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી જેમાં એક કે બે નહીં પરંતુ ૧૩૫ નિર્દોષ લોકોના જીવ ગટરના પાણીમાં રિબાઈ રિબાઈને ગયા છે જેની હાઈકોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધેલ છે અને સરકારે તેની સત્તાનો ઉપયોગ કેમ કરેલ નથી તેવો સવાલ પણ કર્યો હતો ત્યારે પાલિકાને બચાવવા જતાં મોરબી જિલ્લાની ચારેપ બેઠક ભાજપને ગુમાવવી પડે તેવો અંડર કરંટ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે મતદાનને હજુ ૧પ દિવસનો સમય છે ત્યાં પહેલા સરકાર એન ભાજપ દ્વારા કોઈ એક્શન લેવામાં આવે તો જ તેનું રીએશન પરિણામમાં જોવા મળશે નહીં તો ૧૩૫ મૃતકોની અવગણના ભાજપને ભારે પડી જશે તે નિશ્ચિત છે

મોરબી પાલિકાની માલિકી વાળા ઝૂલતા પુલનું સંચાલન પાલિકાના જનરલ બોર્ડમાં કોઈ પણ ઠરાવ કર્યા વગર ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દેવામાં આવ્યું હતું જેનું રિપેરિંગ કામ કર્યા પછી નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે છઠના દિવસે તા ૩૦ ઓક્ટોમ્બરે એટ્લે કે આજથી ૨૧ દિવસ પહેલા સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઝૂલતા પુલનો દરબારગઢ બાજુનો જે ભાગ હતો ત્યાંથી જુલતો પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી કરીને બાળકો, સગર્ભા મહિલા વૃદ્ધો સહિતના પુલના કાટમાળ સાથે નીચે પડ્યા હતા અને ગટરના ગંદા પાણીમાં રિબાઈ રિબાઈને મોતને ભેટ્યા હતા અને એક કે બે નહીં પરંતુ ૧૩૫ લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે તેમ છતાં સરકાર કે ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી પાલિકા સામે કોઈ એક્શન લેવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે

અત્રે ઉલેખનીય છે કે, ગોઝારી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગત ૧ નવેમ્બરના રોજ મોરબીમાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાની તપાસમાં કોઈ કચાસ નહીં રાખવાની અધિકારીઓને સૂચના આપી હતી જો કે, આજે તે વાતને ૨૦ દિવસ થઈ ગયેલ છે તો પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ ?, મુખ્ય આરોપી કોણ ? તે સવાલો ઊભા છે અને આટલું જ નહીં હજુ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને બીજી બાજુ અગાઉ પકડવામાં આવેલા આરોપીઓમાંથી આઠ આરોપીઓ દ્વારા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી પણ કરેલ છે જેની આજે તા ૨૧ ના રોજ સુનાવણી છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તે મુદે  સરકાર સામે હાઇકોર્ટમા સૂઓમોટો કરવામાં આવેલ છે જેમાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે આદેશ કરવામાં આવેલ છે એન ગત તા ૧૬ ના રોજ હાઇકોર્ટમા પાલિકાનો એફિડેવિટ સાથેનો જવાબ રજૂ કરી દેવામાં આવેલ છે જો કે, મોરબીના ઝૂલતા પુલા માટે કોઈ ટેન્ડર બહાર પાડ્યા વિના અજંતાને કેમ કામ આપવામાં આવ્યું હતું ?, અજંતાની મુદત પૂરી થઈ તે પછી રાજકોટ કલેક્ટર અને મોરબી નગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા ? બીજી વખત કામ આપતા પહેલા પણ કેમ ટેન્ડર બહાર પડેલ નથી ?, આટલું જ નહીં અજંતાનો પહેલો કરાર પૂરો થયા પછી પણ પુલની જાળવણી અને સંચાલન અજંતા દ્વારા કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું ?, અજંતા કંપનીએ તા ૧૪/૨/૨૦૨૦, ૩/૬/૨૦૨૨, ૧૭/૭/૨૦૨૨ અને ૨૭/૮/૨૦૨૨ સુધી વિવિધ તારીખે મોરબી કલેક્ટરને જાણ કરવામાં આવી હતી તો પણ કરાર રિન્યૂ થયો ન હતો અને સમારકામ કામ શરૂ થયું ન હતું તેવા અનેક અણીદાર સવાલ છે

જો કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકો અનેક ચર્ચાઓ થઈ રહેલ છે જેમાં ખાસ કરીને ઝુલતો પુલ તૂટી પડ્યો તે ઘટનાને ૨૧ દિવસ થઈ ગયા છે તો પણ પાલિકા સામે સરકાર કે પછી ભાજપ પક્ષ દ્વારા કેમ કોઈ એક્શન લેવામાં આવેલ નથી ? શું સરકાર પાલિકાના અધિકારી અને બાવન સભ્યોને છાવરવા માંગે છે ? જો સરકાર અને ભાજપને તેના બાવન સભ્યોની ચિંતા હોય તો ઝુલતો પુલ તૂટી પડ્યો તેના લીધે બાળકો સહિત ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા તેના પરિવાર જાણો, તેઓના કુટુંબીજનોની કોઈ ચિંતા સરકાર કે ભાજપને નથી આવી અનેક ચર્ચા હાલમાં લોકોમાં થઈ રહી છે ત્યારે જો આગામી ચૂંટણી માટેના મતદાન પહેલા પાલિકા સામે સરકાર કે ભાજપ દ્વારા અસરકારક એક્શન નહિ લેવામાં આવે તો મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની ચારેય બેઠક ઉપર તેનું રીએશન જોવા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, જે ઘટનાની હાઇકોર્ટમાં અને વિદેશમાં ગંભીરતાથી નોંધ લેવામાં આવતી હોય તેની જો ગુજરાત સરકાર અને ભાજપ અવગણના કરશે તો મતદારો ભલે ઝૂલતા પુલ મુદે મૌન હોય પરંતુ મતદાન કચકચવીને કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News