હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામ પાસે રો-મટિરિયલ્સના ધંધાર્થી યુવાન ઉપર અજાણી મહિલા એસિડ ફેંકીને ફરાર


SHARE





મોરબીના જાંબુડિયા ગામ પાસે રો-મટિરિયલ્સના ધંધાર્થી યુવાન ઉપર અજાણી મહિલા એસિડ ફેંકીને ફરાર

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક યુવાન પોતાના મિત્ર સાથે બેઠો હતો ત્યારે ત્યાં આવેલ અજાણી મહિલાએ યુવાનના માથા ઉપર એસિડ રેડીયુ હતું જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનને સારવારમાં મોરબી અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે યુવાન ઉપર એસિડ છાંટીને મહિલા ચાલી ગઈ તે કોણ હતી તે પ્રશ્ન હજુ પણ યથાવત છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા દેવેન્દ્રભાઈ વાલજીભાઈ પટેલ (૪૨) મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રીજ નજીક એસારના પંપ નજીક તેના બે ચાર મિત્રો સાથે બેઠા હતા ત્યારે ત્યાં આવેલ અજાણી મહિલાએ તેના માથા ઉપર એસિડ રેડીયુ હતું જેથી કરીને ગંભીર રીતે દાજી ગયેલ દેવેન્દ્રભાઈ પટેલને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યુવાન ઉપર એસિડ છાંટીને મહિલા જ્યારે ત્યાંથી ભાગતી હતી ત્યારે તેની સાથે બેઠેલા યુવાનના મિત્રો તે પહેલાને પકડવા જતા હતા જોકે, ભોગ બનેલા યુવાને તે મહિલાને રોકવાની ના પાડી હતી જેથી કરીને મહિલા તેની પરિચિત હોય તેવી ચર્ચા થઈ રહી છે જોકે પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે યુવાન ઉપર કઈ મહિલાએ એસિડ છાંટ્યું છે તે વારંવાર પૂછવા છતાં પણ તેની પાસેથી મહિલાનું નામ પોલીસને મળતું નથી અને ગોળ ગોળ જવાબ મળી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યુવાન સીરામીક રો મટીરીયલનું કામકાજ કરતો હતો અને વર્ષ ૨૦૦૬ માં તેના લગ્ન થયા હતા જોકે વર્ષ ૨૦૧૧ માં તેના છૂટાછેડે થઈ ગયા હોય યુવાન ઉપર એસિડ કોના દ્વારા છાંટવામાં આવ્યું છે તે બનાવને લઈને હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી છે.

મહિલાને પતિએ માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર રહેતા શોભનાબેન રાજેશભાઈ સોલંકી (ઉંમર ૩૩) ને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ શોભનાબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા સંગીતાબેન નટવરભાઈ ચાવડા (ઉંમર ૨૮) નામની મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને કારખાનેથી પોતાના ઘર તરફ જતી હતી ત્યારે દશામાના મંદિર પાસે ઢાળ નજીક બાઇક ક્લિક થઈ ગયું હતું જેથી કરીને સંગીતાબેન ચાવડાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News