મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે હોટલમાંથી ૪૮ બોટલ દારૂ ઝડપાયો: હોટલના સંચાલકની ધરપકડ


SHARE











મોરબીના સોખડા ગામ પાસે હોટલમાંથી ૪૮ બોટલ દારૂ ઝડપાયો: હોટલના સંચાલકની ધરપકડ


મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસે હોટલમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે હોટલમાંથી દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૧૭૮૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હોટલ સંચાલકની ધરપકડ કરી પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસે પિતૃકૃપા હોટલમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૧૭૮૫ કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી મુકેશ હનુમાનરામ બેરડ જાતે જાટ (ઉંમર ૨૬) રહે. હાલ પિતૃકૃપા હોટલ સોખડા ગામના પાટીયા પાસે મોરબી મૂળ રહે પનજી તાલુકો બાયતુ જિલ્લો બાડમેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તેમ જ તે કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
૧૭ બોટલ દારૂ
હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા જુના દેવડીયા ગામે રહેતા જયદીપ ઉર્ફે દીપક કૌશિકભાઈ જોશી જાતે બ્રાહ્મણ (ઉંમર ૨૫) ના રેણાક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની નાની ૧૭ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૭૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એક મોબાઇલ આમ કુલ મળીને ૩૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જયદીપ ઉર્ફે દીપક જોશીની પોલીસે સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઇમરાન કરીમભાઈ સંધવાણી રહે જુના દેવળિયા મોતીનગર તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશીદારૂ

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્પેન્ટો સિરામિક પાછળના ભાગમાં માટીના ઢગલા પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૦૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે વસંતબેન દિનેશભાઈ જખાણીયા જાતે દેવીપુજક (૨૫) રહે. માટેલ રોડ વાળી મળી આવતા પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની સામે તેની પાસેથી મનુભાઈ રામજીભાઈ મકવાણા રહે. વીરપર વાળાનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News