મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને કરી ૧૬૭.૯૨ લાખની સહાય મોરબી: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે રસ્તે ચાલવા બાબતે સામસામી મારા મારી: બે મહિલા સહિત સાતેક લોકો સારવારમાં


SHARE







 

હળવદના માથક ગામે રસ્તે ચાલવા બાબતે સામસામી મારા મારી: બે મહિલા સહિત સાતેક લોકો સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે મહિલાઓ સહિત છ થી સાત વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને એક ફરિયાદમાં નોંધાયેલા પાંચેય આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે જોકે બીજી ફરિયાદના તમામ આરોપીઓને પકડવાના બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

હળવદ તાલુકાના માથક ગામે રહેતા ગોવિંદભાઈ દેવશીભાઈ મકવાણા જાતે રાવળદેવ (૩૩) એ હાલમાં અંકલો ઉર્ફે વિજય ભુપતભાઈ કોળી, નિલેશ ઉર્ફે નિકો હેમુભાઈ કોળી, લાલજીભાઈ પ્રભુભાઈ કોળી, અનિલ ભરતભાઈ રાવળ અને ભાવેશ પ્રકાશભાઈ રાવળ રહે. તમામ માથક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, માથક ગામે આવેલ દશામાના મંદિર પાસેથી જતો હતો ત્યારે અંકલો, નિલેશ, લાલજીભાઈ અને અનિલ ગાળો બોલતા હોય ફરિયાદી ગોવિંદભાઈ તથા સાહેદોએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અંકલો ઉર્ફે વિજયે મુકેશભાઈને છરી વડે છાતીના ભાગે ઇજા કરી હતી અને ફરિયાદી તથા સાહેદોને મારી રાખવાની ધમકી આપી હતી ત્યારબાદ આરોપીઓને સમજાવવા માટે થઈને ચરમરીયા દાદાના મંદિર પાસે ગયા હતા ત્યારે ત્યાં અલ્ટો અને બ્રેઝા કાર દોડાવીને છુટા પથ્થર અને ઈંટના ઘા કરી જયેશ તથા પ્રતીકને શરીરે નાના મોટી ઈજાઓ કરી હતી અને વિભાભાઈના ઘરના ફળિયાની અંદર પ્રવેશ કરીને તેના ઘરમાં પડેલ ઇકો તથા સ્વીફ્ટ કારના કાચ ફોડી નુકસાની કરી હતી અને ઘરના દરવાજામાં પણ નુકસાની કરી હતી આટલું જ નહીં રંજનબેનને પગમાં માર મારીને ઇજા કરી હતી ત્યારબાદ આરોપી ભાવેશ પ્રકાશભાઈ રાવલએ ફરિયાદીના ઘરે આવીને ગાળો આપી હતી અને  જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ ગોવિંદભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં વિજયભાઈ ઉર્ફે અંકલો ભુપતભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (ઉમર ૨૩) રહે. માથક વાળાએ કમલેશભાઈ કુકાભાઈ રાવળ, મુકેશભાઈ દેવશીભાઈ રાવળ, ગોવિંદભાઈ દેવશીભાઈ રાવળ અને મનસુખભાઈ રતુભાઈ રાવળ રહે. બધા માથક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, સાહેદ ભાવેશભાઈને આરોપીઓ મકાનના રસ્તે ચાલવા બાબતે ગાળો આપીને ઝઘડો કરતા હતા ત્યારે ફરિયાદી વચ્ચે પડ્યા હતા અને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ તેને ફરિયાદીને ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી યુવાનને માથામાં અને શરીર નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ રેખાબેન વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ ડાબા હાથની આંગળીમાં ઈજા કરી હતી અને ફરિયાદીની બ્રેઝા ગાડી તથા અલ્ટો ગાડીના કાચ તોડીને ગાડીમાં નુકસાન કર્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વિજયભાઈ ઉર્ફે અંકલોએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News