હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE





વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ માલિકીના પ્લોટમાં જેસીબી પાર્ક કરીને રાખ્યું હતું જેથી જેસીબી ત્યાંથી લઈ લેવા માટે કહ્યું હતું જે સારું ન લાગવાથી ત્રણ શખ્સો દ્વારા આધેડને લાકડી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ઈકબાલભાઈ જમાલભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૫૩) એ હાલમાં સત્તાભાઈ લાખાભાઈ ભરવાડ, નવઘણભાઈ સતાભાઇ ભરવાડ અને સત્તાભાઈ ભરવાડનો દીકરો રહે. બધા કોઠી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કોઠી ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં તેનો પ્લોટ આવેલ છે અને તે પ્લોટમાં આરોપીઓએ તેનું જેસીબી મશીન મૂક્યું હતું જે જેસીબી મશીન લઈ લેવા માટે તેને કહેતા આરોપીઓને તે સારું લાગ્યું ન હતું અને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારબાદ સત્તાભાઈ લાખાભાઈ ભરવાડએ ફરિયાદીને કાન અને વાસાના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને નવઘણભાઈ ભરવાડે તેને લોખંડના પાઇપ વડે પગમાં માર માર્યો હતો અને આ ઉપરાંત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News