હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા સેવાના ત્રણ પ્રોજેક્ટો યોજાયા


SHARE





લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા સેવાના ત્રણ પ્રોજેક્ટો યોજાયા

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યાઓએ સેવાના ત્રણ પ્રોજેક્ટ યોજાયા હતા. જેમા મોટાભેલાં મુકામે કુપોષિત બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર આપવાનો હંગર પ્રોજેક્ટ યોજાયો હતો.જેમાં ૧૪ બાળકો વધુ કુપોષિત છે તેમને ચાર માસ માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીએ દત્તક લીધા છે.તેમજ સંગાથ વૃદ્ધાશ્રમ રાસંગપર (માળિયા મી) મુકામે વડીલોને શિતળ છાંયો મળી રહે તેવી ભાવના સાથે ૨૦ વૃક્ષોનું વિતરણ કરાયું હતુ. આ બંને પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ, સેક્રેટરી કેશુભાઈ, ખજાનચી ટી.સી.ફુલતરિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેનો પાસ્ટ પ્રેસિડેન્ટ એ.એસ. સુરાણી

મનસુખભાઈ જાકાસનીયા, મહાદેવભાઈ ચિખલિયા, મણિલાલ કાવર હાજર રહેલ તેમજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ પ્રોજક્ટ ચાંચવદરડા મુકામે નોન કે.પી. ટેક વુવન કારખાનામાં યોજવામાં આવ્યો હતો જેમાં ૧૭૫ લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું જેમાંથી ૪૫ વ્યકિતઓને રણછોડદાસ આશ્રમ રાજકોટ મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા.વડીલોને નવી દ્રષ્ટિ આપીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીએ પુણ્યનું ભાથું બાંધ્યું હતુ. આ પ્રજેક્ટના સ્પોન્સર રમેશભાઈ રૂપાલા હતા.પ્રોજેક્ટ ચેરમેન મનસુખભાઈ જાકાસનિયા, પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ, ખજાનચી ટી.સી. ફુલતરિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, અમિતભાઈ સુરાણી, રશ્મિકાબેન રૂપાલા, લિયો પ્રેસિડેન્ટ ક્રિશના રૂપાલા તેમજ સભ્યો હાજર રહેલ રણછોડદાસ આશ્રમની તમામ ટીમ હળવદના પ્રેસિડેન્ટ સાધુભાઈ અને તેમની ટીમ અને સેવાભાવી અનેક વ્યક્તિઓ આ પ્રોજેક્ટમાં હાજર રહેલ તેમ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈએ યાદીમાં જણાવાયું છે




Latest News