માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણીને લઈને એકઝીટ-ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ


SHARE













મોરબી જીલ્લામાં ચૂંટણીને લઈને એકઝીટ-ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત  વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું

જેના બદલે તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.






Latest News