હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા બી.આર.સી ભવન ખાતે યોજાઈ


SHARE





મોરબી તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા બી.આર.સી ભવન ખાતે યોજાઈ

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ માર્ગદર્શિત અને બી.આર.સી. મોરબી આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા-૨૦૨૨ યોજાય હતી અને આમ પણ ગીજુભાઈ બધેકાના જન્મ દિવસ ૧૫ નવેમ્બરને 'બાળવાર્તા દિન' અને વર્ષ ૨૦૨૨-૨૩ ને 'બાળવાર્તા વર્ષ' તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારે  સૌ પ્રથમ શાળા કક્ષાએ અલગ અલગ  ત્રણ વિભાગમાં આ વાર્તા સ્પર્ધા યોજાઈ હતી.

તેમાં  પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ પોતાના કલસ્ટર ખાતે સ્પર્ધામાં ભાગ લઈ ત્યાંથી કુલ ૧૮ કલસ્ટરમાંથી ત્રણેય વિભાગમાં પ્રથમ નંબર મેળવેલા કુલ ૫૪ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો. પ્રથમ વિભાગ પ્રારંભિકમાં ધો ૧ અને ૨ ના ૧૮ બાળકો વચ્ચે વાર્તા કથન સ્પર્ધા યોજાઈ હતી. તેમાં વનાળિયા પ્રા.શાળાની અજાણા નવ્યા નાગજીભાઈનો પ્રથમ આવ્યો હતો. તેવી જ રીતે બીજા વિભાગ પ્રાથમિકમાં ધો ૩ થી ૫ ના ૧૮ બાળકો વચ્ચે વાર્તા કથન સ્પર્ધામાં વનાળિયા પ્રાથમિક શાળાની પૈજા કાવ્યા અવિનાશભાઈ  અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ત્રણમાં કુલ ૧૮ બાળકોની વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં પણ વનાળિયા પ્રા.શાળાની અજાણા રાજવી નાગજીભાઈનો પ્રથમ નંબર આવ્યો હતો. વનાળિયા પ્રા.શાળાની આ ત્રણેય વિદ્યાર્થીનીઓ તા ૨૯ ના રોજ જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં ભાગ લેશે.

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કવિ, લેખક, વાર્તાકાર શિક્ષકો કુબાવત પ્રકાશભાઈ, વેગડ સોનલબેન, રંગપડિયા મહાદેવભાઈ, બાપોદરિયા સંજયભાઈ, પરમાર રાજુભાઈ, તૃપ્તિબેન યોગાનંદી, કાંજિયા અમૃતલાલ, પાંચોટિયા જીતેન્દ્રભાઈ, ગોધવિયા ગૌતમભાઈએ સુંદર કામગીરી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સી.આર.સી. કૉઓર્ડિનેટર ચંદ્રકાન્ત બાવરવા, મહાવીરસીંહ, બાબુલાલ દેલવાડિયા, રીકીતભાઈ વિડજા, નેહલબેન રામાવત, વંદનાબેન સોનગરા એ જહેમત ઉઠાવી હતી. બી.આર.સી. કૉઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ ભાગ લેનાર સૌને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહન આપ્યું હતું. અને પ્રકાશભાઈ કુબાવત અને રંગપડિયા મહાદેવભાઈએ ભાગ લેનાર  બાળકોને વાર્તાનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. તેમજ અભિજીતસિંહ ઝાલા અને કાદરભાઈએ વ્યવસ્થા ગોઠવી હતી. અને શૈલેષભાઈ કાલરિયાએ કાર્યક્ર્મનું સંચાલન કર્યું હતું




Latest News