હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

પ્રચંડ પ્રતિસાદ: ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરોમારાનું ગામે ગામ ઉમંગ સાથે મતદારો દ્વારા સ્વાગત


SHARE





પ્રચંડ પ્રતિસાદ: ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરોમારાનું ગામે ગામ ઉમંગ સાથે મતદારો દ્વારા સ્વાગત

ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર હાલમાં તેના મત વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે બંને તાલુકાનાં ગામડાઓમાં ભાજપના ઉમેદવાર અને અગ્રણી ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરાને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને હળવદ તાલુકના ગામડામાં પ્રચાર પ્રવાસ દરમ્યાન રણમલપૂર ગામે પ્રકાશભાઈ વરમારોનું મતદારો સહિતના ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને મતદારોએ વિજયભવ: ના આશીર્વાદ આપ્યા હતા

ઝાલાવાડ પંથકમાં વરમોરા પરિવાર દ્વારા થયેલા સેવાકાર્યોની ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોના લોકોને ખબર છે જેથી કરીને હાલમાં ચૂંટણી પ્રચાર માટે જતાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને હાલમાં ગામે ગામ જે રીતનો આવકાર અને આશીર્વાદ મતદારો સહિતના લોકો તરફથી મળી રહ્યા છે તે જોતાં આ ચૂંટણીમાં પ્રકાશ વરોમારાનો વિજય વાવટો અત્યારથી જ લહેરાઈ ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

આજે પ્રકાશભાઈ વરમોરા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, માજી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને સાથે રાખીને હળવદના ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસે હતા ત્યારે હળવદના કવાડિયા, ચંદ્રગઢ, બુટવડા, જુના અને નવા વેગડવાવ, જુના અને નવા ઇસનપુર, જુના અને નવા માલણીયાદ, મંગલપુર, ઘણાદ અને રણમલ પૂર સહિતના ગામમાં તેઓનું ભ્વી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને રણમલ પૂર ગામે તેમણે ઘોડે બેસાડીને ગામના લોકો દ્વારા વાહતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું


હાલમાં પ્રકાશભાઈ વરમોરાના ચૂંટણી પ્રવાસ દરમિયાન લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને ગામે ગામ તેમનું લોકો ભવ્ય સ્વાગત કરી રહ્યા છે અને મોરબીના વરમોરા ગ્રુપ તેમજ સમગ્ર વરમોરા પરિવાર દ્વારા લોકોને ઉપયોગી થાય તેવા અનેક સેવાકીય કામો કરવામાં આવ્યા છે અને લોકો સુખદુખમાં સહભાગી બનેલ છે ત્યારે મતદારોએ પણ તે ઋણ ચૂકવવા માટે અત્યારથી જ મન બનાવી લીધું છે અને પ્રકાશભાઈ વરમોરાને ગામોગામ ખુલ્લુ સમર્થન આપવામાં આવી રહ્યું છે આટલું જ નહીં કનિરામ બાપુના અધ્યક્ષસ્થાને તેમની ગૌશાળામાં રબારી સમાજ સાથે મીટીંગ તેમજ અને હળવદ રબારી સમાજની વિવિધ સંસ્થાઓના હોદેદારો સાથે હળવદ ખાતે મીટીંગ પણ રાખવામા આવી હતી




Latest News