હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : યુવા આર્મી ગ્રુપ દ્વારા રાત્રીના ૨ વાગ્યે ફ્રેસ બ્લડની જરૂરિયાત પુર્ણ કરી


SHARE





મોરબી : યુવા આર્મી ગ્રુપ દ્વારા રાત્રીના ૨ વાગ્યે ફ્રેસ બ્લડની જરૂરિયાત પુર્ણ કરી
 
મોરબીમાં ગત રાત્રીના મોરબીના વતની એવા પરબતભાઈ ડેલવાડિયાના પત્ની રાધાબેન કુશુમબેન દોષી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને કસુવાવડ થતા તાત્કાલિક ઓપરેશન કરવા માટે બી પોઝિટિવ ફ્રેસ બ્લડની‌ જરૂરિયાત ઉભી થવાના કારણે ડોક્ટર કુસુમબેન દ્વારા યુવા‌ આર્મી ગ્રુપનો‌ સંપર્ક સાધ્યો હતો.જેથી યુવા આર્મી ગ્રુપના સભ્ય કુલદીપભાઈ દેસાઈ, ભાર્ગવભાઈ અગ્રવાત તથા મનીષભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચી જઈને બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી.
 
આવા ઈમરજન્સી જરૂરીયાતના સમયે મદદરૂપ થવા બદલ ડોક્ટર કુસુમબેન દ્વારા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.કારણકે કસુવાવડમા બાળક ગર્ભમાં જ મુત્યુ પામવાથી જો તાત્કાલિક ઓપરેશન કરવામાં ન આવે તો સગર્ભા સ્ત્રીનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટમા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે જ હોય છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.



Latest News