વાંકાનેરના તીથવા પાસે રિવર્સ આવતા ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
ધ્રાંગધ્રા ખાતે પ્રકાશભાઈ વરમોરાની હાજરીમાં અનુસૂચિત મોરચાનું મહાસંમેલન યોજાયું: હળવદમાં શાકોત્સવમાં પણ હાજરી આપી
SHARE
ધ્રાંગધ્રા ખાતે પ્રકાશભાઈ વરમોરાની હાજરીમાં અનુસૂચિત મોરચાનું મહાસંમેલન યોજાયું: હળવદમાં શાકોત્સવમાં પણ હાજરી આપી
ધ્રાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યનું માજી મંત્રી આઈ.કે. જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય મનુભાઈ મકવાણાની હાજરીમાં ધ્રાંગધ્રા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના અધ્યક્ષ સાથે બંધારણ દિવસ નિમિતે અનુસૂચિત મોરચાનું મહા સંમેલન રાખવામાં આવ્યું હતું

આ મહા સંમેલનમા તમામ પ્રભારીઓ, ૬૪ ધ્રાંગધ્રા વિધાનસભા ઇન્ચાર્જઓ, જિલ્લાના હોદેદારઓ, ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય અનુ.મોરચાના હોદેદારો, શહેર સંગઠન હોદ્દેદારોઓ, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ અને સંયોજકઓ, બૂથ ઇન્ચાર્જઓ, પેજ સમિતિના પ્રમુખઓ, પૂર્વ હોદેદારોઓ,તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માજી મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યુ હતું કે, ધ્રાંગધ્રા બેઠક ઉપર અને ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત જ છે ત્યારે વધુને વધુ લીડ સાથે ધ્રાંગધ્રા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા વિજયી બને તેના માટે ભાજપનો એક પણ કમિટેડ મત બાકી ન રહે તે જોવાની તમામ આગેવાનો, હોદેદારો એન કાર્યકરોની ફરજ છે અને ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાએ અનુસૂચિત મોરચાના મહા સંમેલનમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે, વિકાસની યાત્રામાં બધ જ જોડાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમા આ બેઠકના વિકાસ કામોમાં કોઈ કચાશ રાખવામા આવશે નહીં

હળવદ શહેરના સામતસર સરોવરના કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી મહારાજના આશીર્વચન લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા ત્યારે હળવદ ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા પણ ત્યાં આવ્યા હતા અને ભગવાન તેમજ સ્વામીના આશીર્વાદ લીધા હતા ત્યારે ભક્તિનંદન સ્વામીએ શાકોત્સવનું મહત્વ હરિભક્તોને સમજાવ્યું હતું અને આ તકે હરિભક્તો સહિતનાઓએ લાલજી મહારાજ, વજેન્દ્રપ્રસાદજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી એવા પ્રકાશભાઈ વરમોરાને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે ત્યારે હિન્દુત્વની રક્ષા કાજે લોકશાહીના પવન પર્વમાં દરેક સત્સંગીઓએ મતદાન કરવા આહવાન કર્યું હતું,

અત્રે ઉલેખનીય છે કે, સરાનો વરમોરા પરિવાર હંમેશા સત્સંગી રહ્યો છે અને જ્યારે પણ સરામાં સંતો પધારે ત્યારે પહેલી પ્રસાદી વરમોરા પરિવારની હોય છે અને વરમોરા પરિવારના મોભી એવા ગોવિંદભાઈ વરમોરા અને પુરષોત્તમભાઈ વરમોરા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે. આ પ્રસંગે પ્રકાશ વરમોરાનું પાપડીયુ સન્માન અભિવાદન કર્યું હતું. સાથે સાથે હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને દલવાડી સમાજના આગેવાન રણછોડભાઈ દલવાડી, રજનીભાઈ સંઘાણી, દિવ્યાંગભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા