હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે મહિલા એસિડ પી જતાં સારવારમાં ખસેડાઇ


SHARE





મોરબીના નવલખી રોડે મહિલા એસિડ પી જતાં સારવારમાં ખસેડાઇ

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં આવેલ સાયન્સ નગરમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું જેથી કરીને તે યુવતીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં સાયન્સનગરમાં રહેતી નયનાબેન અમિતભાઈ રાઠોડ (૨૬) નામની મહિલા એસિડ પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં તે સારવાર હેઠળ છે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છરીના ઘા માર્યા

માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા જીતેન્દ્ર ભાભર (ઉંમર ૩૫) નામનો યુવાન ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં માળિયા મીયાણાની બજારમાં હતો ત્યારે ત્યાં એક શખ્સે તેને ડાબા પગે સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી કરીને તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટમાં કાઈને આવ્યા હતા જોકે યુવાનને કોણે છરીના ઘા માર્યા હતા તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હાલમાં આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News