હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામ રોજડું આડુ ઉતરતા બાઇક સ્લીપ થવાથી ઇજા પામેલ બાળક સારવારમાં


SHARE





મોરબીના જુના નાગડાવાસ ગામ રોજડું આડુ ઉતરતા બાઇક સ્લીપ થવાથી ઇજા પામેલ બાળક સારવારમાં

મોરબીના જુના નાગડાવાસ ગામ પાસેથી પસાર થતાં ડબલ સવારી બાઈક આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક સ્લીપ થતા બાઈકની પાછળના ભાગમાં બેઠેલ બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના જૂના નાગડાવાસ ગામે રહેતા કુવાડીયા દિલીપભાઈ પોતાના દીકરા જીત (ઉંમર ૧૫) ને પોતાના બાઈકમાં પાછળના ભાગે બેસાડીને ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકના આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવવામાં ઈજા થવાથી બાળકને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામેના ભાગમાં શાક માર્કેટમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નૂદ્દીન હાતિમભાઇ ભારમલ (૫૫) રહે. નાની બજાર વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રવાપર ગામે સિદ્ધિવિનાયક ગાર્ડન પેલેસ ખાતે રહેતા ભાવેશભાઈ જયંતીલાલ મહેતા (૨૦) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરે પરત જતો હતો ત્યારે બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવવામાં ઈજા થવાથી ભાવેશભાઈ મહેતાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News