હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો


SHARE





મોરબીના મકનસર ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો

મોરબીના મકનસર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં લઈને આવેલ છે અને આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા ધીરેનભાઈ માવજીભાઈ (૪૦) એ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામે રહેતા વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેશ્વરીયા (૨૪) પીપળીથી આગળના ભાગમાં શેલ્ડોન સીરામીક બાજુમાંથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેમાં વિક્રમભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતો રેહાન આરીફભાઇ અજમેરી (૧૮) નામનો યુવાન મોરબીના પાડા પુલ પાસેથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી તેને જમણા હાથે ફ્રેક્ચર જેવી ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News