હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ડેલામાં નિંદ્રાધીન યુવાન ઉપર મેટાડોરનું વ્હીલ ફેરવી દેતા ઘટના સ્થળે જ મોત


SHARE





મોરબીના લીલાપર રોડે ડેલામાં નિંદ્રાધીન યુવાન ઉપર મેટાડોરનું વ્હીલ ફેરવી દેતા ઘટના સ્થળે જ મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન પાસે આવેલ ડેલામાં યુવાન સૂતો હતો ત્યારે ત્યાં મેટાડોરના ચાલકે તેનું વીલ તેના ઉપર ફેરવી દીધું હતું જેથી કરીને માથામાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન પાસે આપાભાઇના ડેલામાં રહેતા રાજેશભાઈ દેવાભાઈ ખડીયા જાતે આદિવાસી ભીલ (૨૫) એ હાલમાં ટાટા ૪૦૭ મેટાડોર નંબર જીજે ૧૯ વાય ૨૫૮૮ ના ચાલક લાલાભાઇ ગણવા સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લીલાપર રોડ ઉપર આપાભાઈના ડેલમાં તેનો નાનાભાઈ સબુ ખડીયા (૧૯) સૂતો હતો ત્યારે તેના ઉપર મેટાડોરના ચાલકે મેટાડોરનું ખાલી સાઇડનું વ્હીલ તેના માથા ઉપર ફેરવી દીધું હતું જેથી કરીને માથામાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News