હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા પાસે રોજડા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE





મોરબીના ખાખરાળા પાસે રોજડા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના ખાખરાળા ગામ પાસે આવેલ નકલંગ સોસાયટી પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક નકલંગ સોસાયટી પાસેથી કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા જાતે દરબાર (૨૦) નામનો યુવાન પોતાનું યામાહા કંપનીનું બાઈક નં. જીજે ૩૬ એડી ૭૨૭૨ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક રોજડુ ઉતર્યું હતું જેથી કરીને રોજડા સાથે બાઈક અથડાતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતા રણજીતસિંહ નવલસિંહ જાડેજા (૫૨) રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી વાળાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક સર્વિસ રોડ ઉપરથી મનુભાઈ ગલચર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને બોલેરો ગાડી નંબર જીજે ૩૬ ટી ૯૫૭૮ ના ચાલકે તેને અડફેટે લેતા મનુભાઈને કમર અને પાંસળીના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને બોલેરોનો ચાલક નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્તના દીકરા જયદીપભાઇ મનુભાઈ ગલચર જાતે આહિર (૨૭) રહે મોરબી રોડ જકાતનાકા પાસે જમના પાર્ક સોસાયટી રાજકોટ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News