મોરબીના જેતપર ગામે 23 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નક્કી કરાશે વીજ પોલ વળતર માટે આંદોલન પાર્ટ 3 ની રણનીતિ મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હથિયાર બંધી-ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ


SHARE







મોરબી જિલ્લામાં હથિયાર બંધી-ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.    

ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતાઓને ધ્યાને લઈને મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૧૨-૨૦૨૨ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને - સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.                                    






Latest News