હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

 મોરબીમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રાહત દરે અડદિયા વિતરણ કરાશે


SHARE





 મોરબીમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રાહત દરે અડદિયા વિતરણ કરાશે
 
મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા પણ રાહત દરે અડદિયા વિતરણ અને અન્ય મીઠાઈઓનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શુદ્ધ ઘીના અડદિયા તેમજ શુદ્ધ ઘીનો બદામ પાક ગુંદર પાક વીગેરે બોક્સ પેકિંગમાં આપવામાં આવશે

મોરબીના લોકોને રાહત દરે મીઠાઈ વિતરણનો લાભ લેવા માટે વેપારી મિત્ર મંડળ દ્વારા લોકોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલી છે જે માટે તા ૨/૧૨ થી ૮/૧૨ સુધી સુધી બપોરે ૧ થી ૩ સુધીમાં બુકિંગ કરવામાં આવશે અને બુકિંગ હાલમાં ઠા. દલીચંદ જેરામ બજાર, જયવીન પ્રોવિઝન સ્ટોર (ભગત) ગાંધી બજાર ગ્રીનચોક, જયવિન પ્રોવિઝ્ન સ્ટોર ગાંધીબજાર મોરબી, ચંદન કિરાણા સ્ટોર સામાકાંઠે કુળદેવી પાન સામે અને મહેક એજન્સી નવાડેલા રોડ માળિયા સંઘવાળી શેરી ખાતે નામ નોંધાવવાના રહેશે અને આગામી તા ૧૧/૧૨ ને  રવિવારે બપોરના એક થી ત્રણ દરમ્યાન લોહાણા મહાજન વાડી સુધારા વાળી શેરી ખાતે અડદિયા વિતરણ કરવામાં આવશે




Latest News