મોરબીમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રાહત દરે અડદિયા વિતરણ કરાશે
ટંકારા બેઠક ઉપર કોંગ્રેસની પકડ મજબૂત: લલિતભાઈ કગથરાનો ઘોડો વિનમાં
SHARE
ટંકારા બેઠક ઉપર કોંગ્રેસની પકડ મજબૂત: લલિતભાઈ કગથરાનો ઘોડો વિનમાં
મોરબી જિલ્લા આવતી ટંકારા પડધરી બેઠક ઉપર કોંગ્રેસનાં દિગ્ગજ આગેવાન અને વર્તમાન ધારાસભ્ય ચૂંટણીનાં મેદાનમાં છે ત્યારે હાલમાં તેનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે મતદારો તરફથી તેઓને નિશ્ચિંત રહેવા માટેનો કોલ આપવામાં આવી રહ્યો છે અને હાલમાં ટંકારા પડધરી બેઠક ઉપર લલિતભાઈ કગથરાનો ઘોડો આ બેઠક ઉપર વિનમાં હોવાનું મતદારોમાં જ ચર્ચાઇ રહ્યું છે
મોરબી જીલ્લામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે જોકે વિધાનસભા ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, સિરામિક ઉદ્યોગ સહિતના પ્રશ્નો માટે લોકોનો હર હંમેશ અવાજ બનતા ટંકારા-પડધરી બેઠકના વર્તમાન ધારાસભ્ય લલિતભાઈ કગથરા હાલમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે લોકો માટે ૨૪ કલાક અને ૩૫૬ દિવસ ૧૦૮ જેવા એક્ટિવ કાકા એટલે કે લલિતભાઈ કગથરાને ચોમેરથી આવકાર મળી રહ્યો છે જેથી કરીને કાકાનો ઘોડો આ બેઠક ઉપર વિનમાં છે અને સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલા લલિતભાઈ કગથરા દ્વારા જરા પણ અહંકાર કર્યા વગર વિધાનસભા બેઠક હેઠળ આવતા સતત મોરબી, ટંકારા અને પડધરી તાલુકાના તમામ ગામોનો લોકસંપર્ક કેળવી ખેડૂતો અને આમ જનતાના પ્રશ્નો સાંભળી પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ હાલમાં ડોર ટુ ડોર સંપર્કમાં વ્યસ્ત બની મતદારો સાથે સંપર્કને જીવંત રાખ્યો છે.
ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને વર્ષ ૨૦૧૭ માં મતદારોએ આક્રમક બની મતદાન કરતા કુલ ૭૪ ટકા જેટલા ધીંગા મતદાન બાદ ૫૬ ટકા મત એટલે કે ૯૪૦૯૦ મત આપી ભાજપનો ગઢ ગણાતી આ બેઠકને કોંગ્રેસને આપી હતી અને ત્યાર બાદ રાજકારણમાં પક્ષાપક્ષી ભૂલી પ્રજા માટે કામ કરવા ટેવાયેલા કાકાએ દરેક લોકોના કામ કરેલ છે જેથી કરીને કાકાને ઝળહળતી જીત આ બેઠક ઉપર નિશ્ચિત માનવામાં આવે છે જો કે સતા ઉપર ભાજપ બેઠી હોવા છતાં પારકી છઠ્ઠીના જાગતલ એવા લલિતભાઈ કગથરાએ પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉતરીને સતત પ્રજા માટે દોડતા રહી મોરબીમાં લીલો દુષ્કાળ હોય કે પછી પૂરની પરિસ્થિતિ હોય કે પછી ટંકારાના ઇતિહાસમાં પ્રથમ વખત બસસ્ટેન્ડની સુવિધા અપાવવા સહિતના પ્રશ્નો ઉઠાવી લોકોને સુવિધા માટે સતત સરકારમાં લડત ચલાવી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે. જેથી કરીને અહિયાં પંજાની પકડ મજબૂત છે
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ માં જંગી લીડથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ ગાંધીનગર વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો ઉઠાવી લોક પ્રશ્નોને વાચા આપતા શાસકો પણ કાકાના બેબાક વલણથી ધ્રુજારો અનુભવતા હોવાનું જગ જાહેર છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકના જાગૃત અને પારખું મતદારોએ કોંગ્રેસનો હાથ મજબૂત કરવા કાકાને જ જીત અપાવવા દ્રઢ નિરધાર કર્યો હોવાના સાફસાફ સંકેતો મળી રહ્યા છે. ટંકારા પડધરી બેઠકમાં લલિતભાઈ કગથરાના કામો જોતા કોંગ્રેસ દ્વારા તેને મેદાનમાં ઉતારવામાં આવેલ છે અને કાકાના કામો આ ચૂંટણીમાં આપ મેળે બોલી રહ્યા છે જેથી કરીને ભાજપની ગમે તેટલી કૂટનીતિ પછી પણ કોંગ્રેસનો પંજો જ આ બેઠક ઉપર પડશે તે નિશ્ચિત છ