રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચનું રાજીનામું


SHARE







ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચનું રાજીનામું

ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું 

ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચે એક વર્ષ પૂરું થાય તે પહેલાં રાજીનામુ આપી દીધું છે. ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. લખધીરગઢ બાદ વધુ એક ગામમાં સરપંચે રાજીનામું આપી દેતા હવે વહીવટ ઉપ સરપંચ દ્વારા કરવામાં આવશે.

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહિલા સરપંચ ગીતાબેન ભાવેશભાઈ ગજેરાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું તેઓ એક વર્ષથી ટંકારા તાલુકાના કલ્યાણપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. પણ તેઓ મહિલા હોવાથી ઘર-પરિવારની જવાબદારી નિભાવવી પડતી હોય અને ઘરકામની સાથે ખેતીકામમાં વ્યસ્ત રહેતા હોવાથી સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં પૂરેપૂરી જવાબદારી નિભાવી શકતા નથી અને પંચાયતની કામગીરીમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હોય સરપંચ તરીકે રાજીખુશીથી રાજીનામુ આપું છું. કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપતા હોય તેઓએ આ રાજીનામુ મંજૂર કરવા જણાવ્યું છે

ચુંટાયા બાદ એક વર્ષ પુરૂ કરે એ પહેલાં કલ્યાણપર પંચાયત ના મહિલા સરપંચ એ રાજીનામું ધરી દીધું છે લખધીરગઢ બાદ વધુ એક ગામમાં સરપંચે પંચાયતને રામ રામ કર્યા છે હવે ઉપસરપંચ ને સોપસે પંચાયતનો ચાર્જ પરંતુ  ટંકારા નગરપાલિકા બને એ પણ જરૃરી છે એ માટે  આજુબાજુના ગામોનો સમાવેશ કરે તો વિકાસ ને વેગ મળે અને ટંકારાની પાધરે આવેલ ગામો પણ પાલિકા હેઠળ સમાવી સર્વાંગી વિકાસનો લાભ મેળવી શકે.હવે જોવુ એ રહ્યુ કે ટંકારા ક્યારે પાલિકાનો દરજ્જો મેળવે છે. પરંતુ હાલે આંતરીક રાજકારણ સતા માટે દાવપેચ કરી રહ્યાનુ નરી આંખે જોઈ શકાય છે.






Latest News