મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના લૂંટ કેસમાં પકડાયેલા સાત આરોપીના ૩૦ મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીના લૂંટ કેસમાં પકડાયેલા સાત આરોપીના ૩૦ મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબીના પીપળી ગામ પાસેથી ૨૯ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરેલ છે આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે આરોપીઓના આગામી તા ૩૦ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે આવેલ કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો અને પીપળી ગમે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી

આ ગુનામાં પોલીસે મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭), ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮), દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮) અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧) ની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીના આગામી તા ૩૦ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે બાકીનો મુદામાલ રિકવર કરવા માટે અને એક આરોપી પકડવાનો બાકી છે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News