મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીથી સેનેટરીવેર્સ અને પ્લાસ્ટીક પ્રોડકટના એક્સપોર્ટ માટે હાલમાં ગોલ્ડન પિરિયડ: નિલેશભાઇ જેતપરીયા


SHARE











મોરબીથી સેનેટરીવેર્સ અને પ્લાસ્ટીક પ્રોડકટના એક્સપોર્ટ માટે હાલમાં ગોલ્ડન પિરિયડ: નિલેશભાઇ જેતપરીયા

મોરબીમાથી હાલમાં ટાઇલ્સને જુદાજુદા દેશમાં એક્સ્પોર્ટ કરવામાં આવે છે જો કે, સેનેટરીવેર્સ તેમજ પ્લાસ્ટીક પ્રોડકટના એક્સપોર્ટ માટે હાલમાં ગોલ્ડન પિરિયડ છે તેવું મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ કહી રહ્યા છે અને જો ટાઇલ્સની સાથે આ પ્રોડક્ટને પણ એક્સ્પોર્ટ કરવામાં આવે તો આગામી દિવસોમાં તેના સારા પરિણામ મળે તેવી શ્ક્યતા છે

ઇન્ટરનેશનલ માર્કેટમા એક્સપોર્ટ કરવામા કંટેનરના ભાડા વધતા ટાઇલ્સની સાથે મોરબીમાથી સેનેટરીવેર્સ તેમજ પ્લાસ્ટીક પ્રોડકટ એક્સપોર્ટ થવાની સંભાવનાઓ છે ત્યારે મોરબીમા જે પણ બિલ્ડીંગ મટીરીયલ્સને લગતી પ્લાસ્ટીક પ્રોડકટ બનાવતા હોય તેઓ જો સિરામીક સાથે એક્સપોર્ટ કરે તો ૨૦ ફુટ અથવા તો ૪૦ ફુટ ના કંટેનરમા ૨૩થી ૨૪ ટન ટાઇલ્સ અને બીજી જેનુ વજન હળવુ હોય તે પ્રોડકટ જો સાથે એક્સપોર્ટ કરે તો તેમા ચાયનાની હરીફાઇમા પણ એક્સપોર્ટ કરી શકાય તેમ છે કારણ કે, આ ઇન્ટરનેશનલ ભાડા કંટેનરના વધ્યા છે તેના કારણે મોરબી આફ્રીકા અને બીજા દુરના દેશોમા આ પ્રોડકટ સાથે એક્સપોર્ટ કરી શકે તેમ છે ત્યારે આવી પ્રોડકટનુ ઉત્પાદન કરતી કંપનીઓ અને એક્સપોર્ટરો જો થોડીક મહેનત કરશે તો બંનેને ફાયદો થશે અને સાથોસાથ ઇમ્પોર્ટરોને પણ ફાયદો થઇ શકે તેમ છે તેવું મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ જણાવ્યુ છે




Latest News