મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક અને સીએનજી રિક્ષાની ચોરી કરનારા ચાર શખ્સોની ધરપકડ


SHARE











મોરબીમાંથી બાઇક અને સીએનજી રિક્ષાની ચોરી કરનારા ચાર શખ્સોની ધરપકડ

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાથી બાઇક અને સીએનજી રિક્ષાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા લોકોએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને બાઇક અને રિક્ષાની ચોરીમાં હાલમાં ચાર શખ્સોની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ગ્રીન ચોક પાસે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની સામેના ભાગમાં રહેતા મહેન્દ્રસિંહ અજીતસિંહ ચૌહાણ જાતે રાજપૂતલ(૨૩)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ સૂર્ય ચેમ્બરના પાર્કિંગમાં જય માતાજી રોડ કેરિયર પાસે તેઓએ પોતાનું નંબર જીજે ૩ ડીઇ ૭૦૧૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની ચોરી કરવામાં આવેલ છે જે ગુનામાં પોલીસે ગોવિંદ ઉર્ફે રાજુ ઉર્ફે ગોયો દેવસીભાઇ મકુભાઇ પરમાર જાતે દેવીપૂજક (૨૦) હાલ રહે.પીપળી પાવર હાઉસ પાસે ઝૂંપડામાં મોરબી-૨ મૂળ રહે.દામનગર તા.લાઠી જીલ્લો અમરેલી અને અશોક રામસિંગ વાઘેલા જાતે દેવિપુજક હાલ રહે.પીપળી પાવર હાઉસ પાસે ઝૂંપડામાં મોરબી-૨ મૂળ રહે.કદમગીરી તા.પાલીતાણા જીલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે.

આવી જ રીતે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજમાં રહેતા નીતિનભાઈ રણછોડભાઈ પટેલ (ઉંમર ૩૫)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે આઇટીઆઇની પાસે ઉમા મોટર્સની બાજુમાં તેઓએ પોતાની રીક્ષા જીજે ૧ ડીયુ ૭૬૬૭ પાર્ક કરીને મૂકી હતી જે રિક્ષાને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને પચાસ હજાર રૂપિયાની કિંમતની સીએનજી રીક્ષાની ચોરી થઇ હોવાની નીતિનભાઈએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ગોવિંદ ઉર્ફે રાજુ ઉર્ફે ગોયો દેવસીભાઇ મકુભાઇ પરમાર જાતે દેવીપૂજક (૨૦) હાલ રહે.પીપળી પાવર હાઉસ પાસે ઝૂંપડામાં મોરબી-૨, અજય ઉર્ફે કટીયો નાથાભાઇ વાઘેલા જાતે દેવિપુજક (૨૨) હાલ રહે. લજાઈ ચોકડી પાસે ઝૂંપડામાં તાલુકો ટંકારા, અશોક રામસિંગ વાઘેલા જાતે દેવિપુજક હાલ રહે. પીપળી પાવર હાઉસ પાસે ઝૂંપડામાં મોરબી-૨ અને રવિ ઉર્ફે સીલુ પ્રવીણ ઉર્ફે મામટ જીલીયા (૨૦) રહે. હાલ ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ પાછળ ઝુંપડામાં મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ચારેય શખ્સોની અગાઉ બી ડિવિઝન પોલીસે કાર ચોરીના બનાવમાં ધરપકડ કરી હતી અને તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેઓએ વધુ બે ચોરીના ગુનાની કબૂલાત આપી હોવાથી પોલીસે તે ગુનામાં તેની ધરપકડ કરીને આરોપીના રિમાન્ડ પર લેવા તજવીજ શરૂ કરેલ છે.




Latest News