અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા તેમજ કારોબારી મીટીંગ યોજાઇ


SHARE





















મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા તેમજ કારોબારી મીટીંગ યોજાઇ

શ્રી મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, કારોબારી મિત્રો તેમજ સર્વે શિક્ષક મિત્રો દ્વારા સામાન્ય સભા તેમજ કારોબારી મીટીંગનું આયોજન અહિંની શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી ઘટક સંઘના તમામ હોદ્દેદારો કારોબારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ તકે ગુજરાત રાજ્ય ઉચ્ચત્તરર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ ઠક્કર તેમજ તેમની સાથે મહામંડળના બોર્ડના માન્ય ઉમેદવાર અને છોટાઉદેપુર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મુકેશભાઈ પટેલ તેમજ અમદાવાદ ગ્રામ્ય ઉ.માં.શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ છોટાઉદેપુરથી અશોકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે પાંચ વર્ષની સળંગ નોકરી, ફાજલના પરિપત્રમાં સુધારો, જુના શિક્ષકોની ભરતી, જૂની પેન્શન યોજના તેમજ જિલ્લા કક્ષાના પ્રશ્નો જેવા કે CPF નંબર લેવા માટે પડતી મુશ્કેલીઓ માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં ભરતભાઈ પટેલે બધા પ્રશ્નોની ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી અને પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે અંગેના તમામ પ્રયત્નો ચાલુ છે અને પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે મહામંડળ તમામ પ્રયત્નો કરી જ રહ્યું છે તેવી હૈયાધારણા આપી હતી. તેમજ આગામી બોર્ડની ચૂંટણીમાં મહામંડળના માન્ય ઉમેદવાર મુકેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે  પણ અપીલ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ઘટક સંઘના હોદ્દેદારો અને કારોબારીઓ દ્વારા કરવામાં આવેલું હતું. જેમાં કાર્યક્રમનું સફળ સંચાલન ઘટક સંઘના મહામંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવેલું હતું તેમજ સંગઠનને મજબૂત બનાવવા માટે સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભારવાડીયા દ્વારા સંઘના કાર્યો અને સંગઠન શક્તિનો ચિતાર આપવામાં આવેલો હતો.ઘટક સંઘના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની આભારવિધિ સંઘના સંગઠનમંત્રી સચિનભાઈ કામદાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત રહેલા સંઘના તમામ સારસ્વત મિત્રોનો હોદેદારોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મીટીંગ અને આયોજન માટે શ્રીમતિ એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતિ ઉષાબેન જાદવનો પણ આ તકે સંસ્થાના પ્રમુખ ભગવાનભાઇ કુંભરવાડિયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણીએ આભાર માન્યો હતો.










Latest News