મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રામપરા અભ્યારણમા માલ ઢોર ચરાવવાની ના કહેતા કર્મચારીને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE









વાંકાનેરના રામપરા અભ્યારણમા માલ ઢોર ચરાવવાની ના કહેતા કર્મચારીને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકામાં વિડીભોજપરા ગામની સીમ રામપરા અભ્યારણમા પોતાના માલ ઢોર ચરાવવાની માલધારીઓને રામપરા સેન્ચ્યુરી કવાટર્સમાં રહેતા કર્મચારી દ્વારા ના પાડવામાં આવી હતી જેથી કરીને તેનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા કર્મચારીને ગાળો આપીને લાકડી વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ વિછિયા તાલુકાનાં લોકમીત્ર ઢેઢુકી ગામના રહેવાસી અને હાલ રામપરા સેન્ચ્યુરી કવાટર્સમાં રહેતા વિપુલભાઇ જશમતભાઇ ગોહીલ જાતે કોળી (પટેલ) (ઉ.૨૮) એ હાલમાં વિભાભાઇ નવઘણભાઇ ભરવાડ, ઝાલાભાઇ સિધાભાઇ ગરીયા અને છેલાભાઇ ખેગારભાઇ ગરીયા રહે. ત્રણેય ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કેઆરોપીઓને રામપરા અભ્યારણમા પોતાના માલ ઢોર ચરાવવાની ના પાડતા તે બાબતનો રોષ રાખીને તેઓની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને વિભાભાઇ નવઘણભાઇ ભરવાડએ ફરિયાદીને લાકડી જમણા પગની ઘુટી ઉપર મારી હતી અને ફેકચર કરી નાખ્યું હતું જેથી ભોગ બનેલા કર્મચારીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીઓની સામે આઈ.પી.સી. કલમ ૩૩૩, ૩૨૫, ૩૨૩, ૧૮૬, ૫૦૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News