વાંકાનેરના ધિયાવડમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ
હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગનારા કોંઢના શખ્સની ધરપકડ
SHARE









હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગનારા કોંઢના શખ્સની ધરપકડ
હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીની દુકાને આવીને કોંઢ ગામના એક શખ્સ દ્વારા ધમકી આપીને ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ખંડણી માંગનારા શખ્સને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ રાયસંગપરના રહેવાસી અને હાલમાં હળવદના વસંત પાકૅમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ જાતે દલવાડી (ઉ.૩૭)એ યશપાલસિંહ ઝાલા રહે. કોંઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, આરોપીએ પહેલા તેઓને રૂબરૂ મળવા માટે ફોન કર્યો હતો જો કે, સાતમ આઠમની રજાઓ હોવાથી તે ગામડે ગયા હતા અને ત્યાર બાદ આરોપી તેની દુકાને આવેલ અને કોઈ પણ જાતની ચર્ચા વગર આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપીને ૯૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી અને ખંડણી માગી બળજબરીથી રૂપિયા કઢાવી લેવા માટે ધમકી આપી હતી જેથી હાલમાં વેપારીએ ફરિયાદ નોંધવાતા પોલીસે ફરિયાદ લઈને પોલીસે ઇ.પી.કો. કલમ ૩૮૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને ગણતરીની કલાકોમાં આરોપી યશપાલસિંહ ઝાલા રહે. કોંઢ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે હાલમાં એક કાર અને મોબાઈલ ફોન પણ કબ્જે કરેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે
