મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી: પત્ની સાથે ઝઘડો થયા બાદ દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં કામે જવા માટેનું કહીને નીકળેલ યુવાન ગુમ, શોધખોળ ચાલુ વાંકાનેરના તરકીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1600 લિટર આથા સાથે એક શખ્સ ઝડપાયો હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામે જનકપુરીમાં જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE











મોરબીના ઘૂંટુ ગામે જનકપુરીમાં જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ જનકપુરી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫,૨૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ જનકપુરી પ્લોટ વિસ્તારમાં રહેતા ભુપતભાઈ કોળીના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી રમેશભાઈ મોમૈયાભાઈ સાલાણી જાતે કોળી (૫૩) રહે. જનકપુરી સોસાયટી, ચંદુભાઈ બીજલભાઇ પેથાણી જાતે રાવળદેવ (૪૦) રહે. ભરવાડવાસ ઘુટુ અને ગોવિંદભાઈ પ્રભુભાઈ સાથલીયા જાતે કોળી (૩૪) રહે. જુના ઘૂટું વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર ભીમસર પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં "અમારા વિશે કેમ ખરાબ વાત કરો છો..?" તેમ કહીને દસેક લોકોએ એક પરિવાર ઉપર હુમલો કર્યો હતો અને સામેના પક્ષેથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.જેથી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે બંને પક્ષોથી સામસામે ફરિયાદો નોંધાવા પામી હતી જેમાં અગાઉ ૧૧ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે તપાસ અધિકારી પીએસઆઇ જે.એલ.ઝાલા તથા રાઇટર સંજયભાઈ લકુમ દ્વારા ઉપરોક્ત રાયોટીંગના ગુનામાં કરણ મહેન્દ્ર ચૌહાણ (ઉમર ૨૦) રહે.ગ્રીનચોક પાસે લુહાર શેરી મોરબી વાળાની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ ચાંપરાજપુર ગામે કણબીપરામાં રહેતો ભીખુભાઈ મગનભાઈ રાખોલીયા નામનો ૪૩ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થતા ઇજાઓ પામતા તેને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.






Latest News