મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે વાડીએ ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત


SHARE













ટંકારાના સજનપર ગામે વાડીએ ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત

ટંકારા તાલુકાના સજનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવી હતી જો કે, હોસ્પિટલે ફરજ ઉપરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવની ટંકારની સરકારી હોસ્પિટલમાંથી ટંકારા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે હસમુખભાઈ રામજીભાઈ કાસુન્દ્રાની વાડીએ રહીને મજૂરી કામ કરતા દશરથભાઈ ભાખડા જાતે ભીલ આદિવાસીના પત્ની રસીલાબેન દશરથભાઈ ભાખડા જાતે ભીલ આદિવાસી (ઉંમર ૧૯) વાડીએ હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની ટંકારા હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક પરિણીતાનો લગ્ન ગાળો આઠ માસનો હતો અને તેને સંતાન ન હતા હાલમાં દંપતી સાસુ સસરાથી અલગ રહેતું હતું જો કે, પરણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.

જુગાર

મોરબીના ત્રાજપર ગામે બહુચરાજી માતાજીના મઢવાળી શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા (૨૨), ધરમશીભાઈ ઉર્ફે લાલો રાજુભાઈ ગણેશિયા (૨૫) અને ઝાલાભાઇ સિંધાભાઈ ગોલતર (૩૫) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૯૩૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.








Latest News