મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જસાપર ગામની ખરાવાડમાં ટેન્કરમાંથી લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરતાં એક પકડાયો : ૨૫.૬૪ લાખનો મુદામાલ જપ્ત


SHARE











માળીયા (મી)ના જસાપર ગામની ખરાવાડમાં ટેન્કરમાંથી લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરતાં એક પકડાયો : ૨૫.૬૪ લાખનો મુદામાલ જપ્ત

માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામની સીમમાં ખરાવાડમાં લાઈટ ડીઝલ ઓઇલ ભરેલું ટેન્કર ઉભું રાખીને તેમાંથી લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ટેન્કરમાંથી લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૫,૬૪,૬૦૦ ની કિંમતમાં મુદ્દામાલને કબજે કરીને હાલમાં આરોપીની ધરપકડ કરી માળિયા મીયાણા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, માળિયા તાલુકાના જસાપર ગામની સીમમાં ખરાવાડમાં લાઈટ ડીઝલ ઓઇલનું ટેન્કર ઊભું રાખીને ત્યાંથી લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ખરાવાડમાં લાઈટ ડીઝલ ઓઇલ ભરેલ ટેન્કરમાં લગાવેલ લોકને ખોલીને તેમાંથી લાઈટ ડીઝલ ઓઇલનો જથ્થો ચોરી કરવામાં આવતો હતો અને કેરબામાં તે ભરવામાં આવતો હોવાનું સામે આવ્યો હતો જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ટેન્કર નં. જીજે ૧૨ બીટી ૮૩૮૧ જેની કિંમત ૧૦ લાખ રૂપિયા તેમજ ટેન્કરમાં ભરેલ લાઈટ ડીઝલ ઓઇલનો ૨૪૦૦૦ લીટર જથ્થો જેની કિંમત ૧૫.૬૦ લાખ તેમજ ટેન્કરમાંથી કાઢવામાં આવેલ અને કેરબામાં ભરેલ ૪૦ લિટર લાઈટ ડીઝલ ઓઇલનો જથ્થો અને એન્ડ્રોઇડ મોબાઈલ આમ કુલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૨૫,૬૪,૬૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે સાગરભાઇ માવજીભાઈ ડાંગર જાતે આહિર (ઉંમર ૨૪) રહે. જસાપર તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાય છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News