મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં બુઢાબાવા શેરીના નાકે ખંઢેર મકાનમાંથી ૬૬ બોટલ દારૂ સાથે ત્રણ બુટલેગર પકડાયા


SHARE















મોરબીમાં બુઢાબાવા શેરીના નાકે ખંઢેર મકાનમાંથી ૬૬ બોટલ દારૂ સાથે ત્રણ બુટલેગર પકડાયા

મોરબીમાં નાની બજાર ચોકથી આગળ બુઢાબાવાની શેરી તરફ જવાના રસ્તે ખંઢેર મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૬૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૦૭૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ આપનારનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેર અને જિલ્લામાં દારૂની બદીને ડામવા માટે થઈને પોલીસ દ્વારા સમયાંતરે જુદા જુદા વિસ્તારમાં દારૂનું રેડ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરમાં નાની બજાર ચોકથી આગળ બુઢાબાવાની શેરી તરફ જવાના રસ્તે નાકા ઉપર આવેલ ખંઢેર મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૬૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦,૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી અકરમ મહેબુબભાઇ શાહમદાર જાતે ફકીર (૨૦) રહે. મકરાણીવાસ મદીના ચોક મોરબી અને એજાજ મહેબુબભાઇ ચાનિયા જાતે સંધિ (૨૪) રહે. નાની બજાર વિશ્વકર્મા મંદિર પાસે મોરબી વાળા મળી આવ્યા હતા જેથી તેને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ માલ ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (૨૭) રહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા પાસેથી લીધો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

દેશીદારૂ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પાંડાતીર્થની સીમના નામે ઓળખાતા વિસ્તારમાં આવેલ રાયધનભાઈ છગનભાઈ કોળીની વાડી પાસે બ્રાહ્મણી નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦૦ લિટર આથો સ્થળ ઉપરથી મળી આવ્યો હોય પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ રમણીકભાઈ ઉર્ફે મુન્નો અવચરભાઈ સીપરા જાતે કોળી (૩૦) રહે નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા તેને ઝડપી લેવામાં આવેલ છે આવી જ રીતે સુંદરગઢની સીમમાં આવેલ હકાભાઇ ડાભીની વાડી પાસે નદીના પટમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો માલ કબજે કર્યો હતો અને સુખદેવભાઈ ઉર્ફે નાનો ઉર્ફે ટરબો ઘનશ્યામભાઈ ખાંભડીયા જાતે કોળી (૨૦) રહે નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે.






Latest News