મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર કારખાનામાં આશાસ્પદ પટેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE















મોરબીના વાંકાનેર હાઇવે ઉપર કારખાનામાં આશાસ્પદ પટેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચર વાળી શેરીમાં ઉમા સેરા ડેકોરેટર નામના કારખાનામાં કામ કરતાં અને હાલ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે સત્યમ હાઇટસ બ્લોક નંબર ૨૦૨ માં રહેતા મિરાજભાઈ રમેશભાઇ અરજણભાઇ કારાવડિયા જાતે પટેલ નામના ૨૭ વર્ષીય યુવાનને કારખાને હાર્ટએટેક આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું.જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની પોલીસને જાણ કરવામાં આવતા બી ડીવીજન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આશાસ્પદ પટેલ યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

હળવદમાં રણછોડગઢ ગામેથી ૧૬૦૦ લિટર દેશીદારૂનો જથ્થો પકડાયો

મોરબી જિલ્લા પંથકમાં છૂટથી દેશી વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી થાય છે તે નિર્વિવાદીત વાત છે. દરમિયાનમાં મોરબીના હળવદ તાલુકામાં આવતા રણછોડગઢ ગામે સુંદરૂભવાની ગામ તરફ જવાના રસ્તે આરોપી દિનેશ લાલજી પાટડીયાના ભોગવટાની વાડીમાં પાણીના હોજની પાસે દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની વાત મળતા હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી અને દિનેશ લાલજી પાટડીયા રહે.રણછોડગઢની વાડીમાં આવેલ પાણીના હોજ પાસેથી દેશી દારૂ બનાવવાનો ૧૬૦૦ લીટર આથો કિંમત રૂપિયા ૩૨૦૦ નો જથ્થો પકડી પાડયો હતો. જો કે બુટલેગર દિનેશ પાટડીયા હાજર ન મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ નજીકના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા શામજીભાઈ ચકુભાઈ સેખવા નામના ૫૩ વર્ષીય આધેડે રફાળેશ્વર ગામ નજીકથી પગપાળા જતા હતા ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા માથા અને ડાબા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં શામજીભાઈ સેખવાને અત્રેની આયુષ હોસ્પિટલે લવાયા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News