મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

ભારે કરી, મોરબીના સિરામિકમાં મજૂરને ગુદાનાં ભાગેથી કમ્પ્રેસર વડે હવા ભરી દીધી !


SHARE







"ભારે કરી": મોરબીના સિરામિકમાં મજૂરને ગુદાનાં ભાગેથી કમ્પ્રેસર વડે હવા ભરી દીધી !

મોરબીના સિરામિક યુનિટમાં રોજગાર મેળવવા માટે થઈને બે મહિના પહેલા ઝારખંડથી આવેલ યુવાન ગઇકાલે કારખાનાની અંદર કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેની સાથે કામ કરનારા અન્ય  મજૂરે યુવાનને ગુદાના ભાગેથી એર કમ્પ્રેસરની પાઇપથી હવા ભરી દીધી હતી જેથી કરીને તેના પેટના ભાગે હવા ભરાઇ જવાના કારણે યુવાનને મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું હાલમાં જાણવા મળે છે

બનાવની જાણ મોરબી નજીક આવેલ આરગિલ સિરામિકમાં રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ ઝારખંડના રહેવાસી અને બે મહિના પહેલા જ મોરબીમાં રોજગારી માટે આવેલ અબ્રાહમભાઈ કાંડેભાઈ ટૂટી (35) પોતાની કામગીરી ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે કારખાનામાં કરી રહ્યા હતા ત્યારે તેની સાથે કામ કરતો સોમલ નામના મૂળ ઝારખંડના રહેવાસી યુવાને મસ્તી મજાકમાં અબ્રાહમભાઈને ગુદાના ભાગેથી એર કમ્પ્રેસરની પાઇપ વડે હવા ભરી દીધી હતી જેથી કરીને તેના શરીરમાં પેટના ભાગે હવા ભરાઈ જવાના કારણે અબ્રાહમભાઈને પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને હાલમાં આ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે અને આ બનાવની પોલીસને હોસ્પિટલા દ્વારા જાણ કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ છે






Latest News