મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે


SHARE





ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ દ્વારા એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઇએ અને યોગ બોર્ડનું યોગ કોચ/યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઇએ. એવોર્ડ મેળવવા ઉમરનો કોઇ બાધ નથી. એવોર્ડ માટે સાચી અને અપડેટ કરેલ પ્રોફાઇલ (બાયોડેટા) પૂરાવા સાથે રજૂ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કાર્યના ફોટા સહિતના વધુમાં વધુ પાંચ પાનાનાં નક્કર પુરાવા અને  એક પેજનો બાયોડેટા તા.૧૦-૦૩-૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, ૨૫૭/૨૩૬ બીજોમાળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.  




Latest News