મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

ગુજરાત સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નહીં, કોઈ માંગણી ન સંતોષી: પ્રમુખ


SHARE





ગુજરાત સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નહીં, કોઈ માંગણી ન સંતોષી: પ્રમુખ

ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો ઘણી આસા અને અપેક્ષા રાખીને બેઠા હતા પરંતુ બજેટની અંદર મોરબીના સિરામિક ઉદ્યોગને સીધી રીતે ફાયદો થાય તેવી કોઈપણ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી જેથી કરીને એકંદરે લોકોની સુખાકારીમાં વધારો થાય તેવું આ બજેટ છે પરંતુ મોરબીના સિરામિક ઉદ્યોગને કોઈ ફાયદો નહીં થાય તેવું હાલમાં મોરબીના ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવે છે અને ગુજરાત સરકારનું બજેટ આવે ત્યારે પહેલા દર વખતેની જેમ આ વખતે પણ અહીંના ઉદ્યોગકારો વતી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગ ને શુદ્ધ પીવાનું પાણી મળે, સારા રોડ રસ્તાની સુવિધા મળે, અધ્યતન ફાયર સ્ટેશન મળે તે સહિતની માંગણીઓ કરવામાં આવી હતી જોકે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યુ છે તેમાં મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નથી

પરંતુ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા અને વિનોદભાઇ ભાડજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને નવા મકાન બનશે તેમાં સીધી રીતે મોરબીના સીરામીક ઉદ્યોગને ફાયદો થશે તેવી લાગણી વ્યક્ત કરી છે જો કે, છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાની માંગણી કરવામાં આવતી હોવા છતાં તેને સરકાર દ્વારા આ બજેટમાં રાબેતા મુજબ ધ્યાને લેવામાં આવેલ નથી

મોરબીના સિરામિક ઝોનમાં સારા રસ્તા અને પ્રાથમિક સુવિધા માટેની ઉધ્યોગકારોની માંગણીને સરકાર દ્વારા કેમ ધ્યાને લેવામાં આવતી નથી તે પણ એક પ્રશ્ન છે આટલું જ નહીં વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે સીરામીક પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે, એક વર્ષ પછી પણ તેનું ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ થયું નથી જેથી કરીને આ સીરામીક પાર્ક ક્યાં બનશે કેવી રીતે બનશે તે સહિતના પ્રશ્નો હજુ પણ ઉભા છે ત્યાં આ બજેટમાં પણ સિરામિક બનાવવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છ




Latest News