મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં દારૂની ત્રણ રેડ: ૨૫ બોટલ દારૂ કબજે, એક આરોપી પકડાયો: બે બુટલેગરની શોધખોળ


SHARE





મોરબી-હળવદમાં દારૂની ત્રણ રેડ: ૨૫ બોટલ દારૂ કબજે, એક આરોપી પકડાયો: બે બુટલેગરની શોધખોળ

મોરબીના વીસીપરા વિસ્તારમાં મસ્જિદ વાળી શેરીમાં રહેણાંક મકાનમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરીને ૧૪ બોટલ દારૂ કબજે કર્યો છે જો કે, બુટલેગર ઘરમાં હાજર ન મળી આવતા તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે આવી જ રીતે હળવદના મિયાણી ગામે રહેણાક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જો કે, બુટલેગર હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા સાજીદ ઉર્ફે સાજલો સુમરાના ઘરની અંદર દારૂ  હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેને આધારે ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની ૧૪ બોટલ મળી આવી હોય પોલીસે ૫૨૫૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જો કે, બુટલેગર સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઈ સુમરા રહે. વીસીપરા મસ્જિદ વાળી શેરી વાળો પોતાના ઘરે હાજર ન હોવાથી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

તો હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા કિશનભાઇ કુરિયાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવતા મકાનના પાછળના ભાગમાં આવેલ વાડામાંથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૨૦૦ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, બુટલેગર કિશનભાઇ રમેશભાઈ કુરિયા જાતે કોળી રહે. મિયાણી તાલુકો હળવદ વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૫ ના ખૂણા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૧૨૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને અલ્તા ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ જાતે મિયાણા (૨૧) રહે. જોન્સનગર શેરી નં-૧૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે




Latest News