માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રસાયણિક ખાતરનો ખેતીના બદલે ઓદ્યોગીક હેતુમાં ઉપયોગ કરતાં કારખાનેદાર-વહીવટકર્તા સામે ફરિયાદ


SHARE













મોરબીમાં રસાયણિક ખાતરનો ખેતીના બદલે ઓદ્યોગીક હેતુમાં ઉપયોગ કરતાં કારખાનેદાર-વહીવટકર્તા સામે ફરિયાદ

મોરબી નજીકના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ માતૃ ઇન્ડસ્ટ્રીઝમાં થોડા સમય પહેલા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને તેની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ખેતીના વપરાશ માટેની યુરિયા ખાતરની બેગ મળી આવી હતી અને ખેતીના ઉપયોગ માટેના ખાતરનો ઉપયોગ બિનખેતી માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને કારખાનામાંથી ૩,૭૭,૯૪૬ રૂપિયાની કિંમતની ૧૬૯ ખાતરની બેગ કબ્જે કરી હતી અને ખેતીના બદલે ઔદ્યોગિક હેતુ માટે ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાયબ ખેતી નિયામક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરાની સામેના ભાગમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં હરિદ્વાર એપાર્ટમેન્ટના બ્લોક નં-૫૦૧ માં રહેતા અને મોરબીમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ભાણજીભાઈ દલસાણીયા (૪૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ સવજીભાઈ અઘારા રહે. માતૃ ઇન્ડસ્ટ્રીઝ નવા સાદુળકા તથા તેના માલિક બંધનભાઈ ગણેશભાઈ વડસોલા રહે. મહેન્દ્રનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ નિલમ કોટેડ કુરિયા ખાતરની ૧૬૯ બેગ ખેતીના ઉપયોગના બદલે રેંજિન બનાવવાના ઔદ્યોગિક હેતુ માટે વપરાશમાં લીધેલ હોય એક બેગની કિંમત ૨૨૩૬ એમ કુલ મળીને ૩,૭૭,૯૪૬ રૂપિયાની કિંમતની ખાતરની બેગ ત્યાંથી કબજે કરવામાં આવેલ છે અને હાલમાં આ બંને શખ્સોની સામે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-૧૯૮૫ ની કલમ-૨૫(૧) તથા જરૂરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-૭(૧)(એ)(૨) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સાગરકા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News