મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે ફ્રેંડશિપ કરી લગ્નની લાલચ આપીને આચર્યું અવાર નવાર દુષ્કર્મ, હવે ફોન ન કરવાની ધમકી


SHARE





મોરબીમાં સગીરા સાથે ફ્રેંડશિપ કરી લગ્નની લાલચ આપીને આચર્યું અવાર નવાર દુષ્કર્મ, હવે ફોન ન કરવાની ધમકી

મોરબીમાં રહેતી યુવતી આજથી પાંચ વર્ષ પહેલા સગીરા હતી ત્યારે તેની સાથે ફ્રેન્ડશીપ કરીને અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો છે ત્યાર બાદ તેના ૧૮ વર્ષ પૂરા થઈ ગયા પછી તે શખ્સ યુવતીની સાથે તેના પતિની જેમ એક મકાનમાં રહેતો હતો અને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો જેથી યુવતીએ ત્રણ મહિના પહેલા લગ્ન કરવા માટે થઈને તેને કહ્યું હતું ત્યારે તે શખ્સ તેની સાથે ઝઘડો કરીને ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેના ભાઈને તે બાબતે પૂછતા તેણે ફરિયાદી યુવતીને ગાળો આપીને ફોન નહીં કરવા ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલી યુવતી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રહેતી અને પાર્લરનો ધંધો કરતી યુવતીએ હાલમાં રફાળેશ્વર ગામે રહેતા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, પાંચેક વર્ષ પહેલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ તેની સાથે ફ્રેન્ડશીપ કરી હતી અને જે તે સમયે તે સગીરા હોવા છતાં તેને લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ ૧૮ વર્ષ પૂરા થયા પછી તેની સાથે તેના પતિની જેમ એક જ મકાનમાં રહીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો છે અને ત્રણેક મહિના પહેલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ભોગ બનેલ યુવતીએ લગ્ન કરવા માટેનું કહ્યું હતું ત્યારે તેની સાથે ઝઘડો કરીને પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જતો રહ્યો હતો જેથી યુવતીએ પ્રતિપાલસિંહ વિશે તેના ભાઈ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ફોન કરીને પૂછતા તેણે યુવતીને ગાળો આપી હતી અને ફોન નહીં કરવા માટે થઈને ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ કલમ-૩૭૬(૨) (એન)૫૦૪૫૦૬ તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ- ૫(એલ)૬ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News