મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં દીવાલ સાથે ટેન્કર અથડાવીને મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





હળવદમાં દીવાલ સાથે ટેન્કર અથડાવીને મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો

હળવદમાં સરા ચોકડી પાસે આવેલ શોરૂમની બાજુમાં ગોડાઉનની દિવાલ સાથે પાણીનું ટેન્કર અથડાયું હતું જેથી કરીને દિવાલ તૂટી પડી હતી અને ત્યારે અંદરના ભાગમાં સૂતેલ મહિલા ઉપર દિવાલનો કાટમાળ પડતા તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદના સરા ચોકડી પાસે આવેલ શોરૂમની બાજુમાં સિમેન્ટના ગોડાઉનમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા ભાવસનભાઈ હિમરાજભાઈ કટારા (૩૫) એ ટેન્કર નં જીજે ૧૨ એવાય ૩૩૮૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે રાત્રિ દરમિયાન પોતાની પત્ની, બાળકો, તેના ભાઈ ભાઈ અને તેની પત્ની તેમજ તેમના સંબંધી નેતાબેન અને તેના દીકરા નરેશ સહિતના લોકો ગોડાઉનની અંદરના ભાગમાં સુતા હતા ત્યારે ટેન્કરના ચાલકે બેફિકરાયથી તેનું વાહન રિવર્સમાં લીધું હતું અને ધડાકાભેર તેનું ટેન્કર ગોડાઉનની દિવાલ સાથે અથડાયું હતું જેથી કરીને ગોડાઉનની દિવાલ તૂટી પડતા દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી નેતાબેન જોગાભાઈ ભુરીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં ભાવસનભાઈ કટારાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News