મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા 36 કલાકનો સ્પર્ધાત્મક પરીક્ષાનો ફ્રી વર્કશોપ યોજાશે


SHARE





મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા 36 કલાકનો સ્પર્ધાત્મક પરીક્ષાનો ફ્રી વર્કશોપ યોજાશે

મોરબીની નંબર વન નવયુગ કરીઅર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાના અસંખ્ય યુવાન યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે PSI, ASI, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. હમણાં જ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થયેલ છે. ત્યારે આ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી 36 કલાકના ફ્રી મેગા વર્કશોપનું આયોજન મોરબીના વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિઅર એકેડમી દ્વારા કરવામાં આવેલ છે.

આ વર્કશોપમાં ગુજરાતના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું બારીકાઇથી જ્ઞાન આપવામાં આવશે. પરીક્ષામાં આવતા તમામ વિષયોનું નોલેજ આપવામાં આવશે. જો આપ આ વર્કશોપમાં ભાગ લેવા માંગતા હોય તો આપનું નામ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ વર્કશોપમાં મેથ્સ અને રીઝનીંગના માસ્ટર ભૌતિક ઠક્કર સર તેમજ હિસ્ટ્રીના જાદુગર નું જેને ઉપનામ મળેલ છે, તેવા જગતદાન ગઢવી સર તેમજ તમામ વિષયના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે. સાથે સાથે ભૌતિક ઠક્કર દ્વારા લખાયેલ અને નવયુગ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલ મેથ્સ અને રીઝનીંગની બુક પર 30% જેવું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને દરરોજ પરીક્ષામાં પુછાઈ શકે તેમાં મહત્વના વનલાઇનર પ્રશ્નના બે વિડિઓ નવયુગ કરીઅર એકેડમીના ઇન્સ્ટાગ્રામ https://instagram.com/navyug_academy_morbi?igshid=YmMyMTA2M2Y= પેઈજ પર જોવા મળશે તેમજ ડેઇલી કરંટ અફેર પણ મળશે વર્કશોપનુ સ્થળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, રામોજી ફાર્મ, લીલાપર રોડ, મોરબી છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9727247472 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News